Bank History

BANK HISTORY

આ બેંકનાં ઈતિહાસમાં ડોકીયુ કરીએ તો જણાય કે આપણુ સદભાગ્ય છે કે સૌરાષ્ટ્ર રાજયની રચના વખતે નાના નાના ઉદ્યોગકારો, સુથારીકામ, લુહારીકામ, બાંધકામ, સિલાઈ કામ વિગેરેને નાણાકીય સહકાર મળે અને તે દ્વારા લોકો પગભર બને તે દૃષ્ટિએ સૌરાષ્ટ્ર રાજયે પાંચ વિભાગીય નાગરિક સહકારી બેંકો રચી જેમાંની એક શ્રી ભાવનગર વિભાગીય સહકારી બેંક લિ.

હતી જે આજે શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક લિ. ના નામે કામ કરે છે એટલે કે ભાવનગર રાજયમાં જે સહકારી પ્રવૃતિ ચાલતી તે બાદમાં સૌરાષ્ટ્ર રાજય બન્યુ પછી બૃહદ્ મુંબઈ રાજય બન્યુ અને ત્યારબાદ આજનું ગુજરાત રાજય અલગ રીતે ૧૯૬૦ થી અસ્તિત્વમાં આવ્યુ. આ બધા સમય દરમ્યાન બેંક એક ધારી આજ સુધી સહકારી ભાવનાને અનુરૂપ કાર્ય કરતી આવી છે. શરૂઆતમાં આ બેંકનાં બોર્ડ ઓફ ડિરેકટર્સમાં પ્રથમ પ્રમુખ તરીકે સ્વ.શ્રી ભોગીલાલ શાહે સતત ૧૮ વર્ષ સુધી આજીવન સેવાઓ આપેલ અને ત્યારબાદ સતત ૩૦ વર્ષ સુધી સ્વ.

શ્રી જેઠાલાલ સાકરલાલ દેસાઈએ પ્રથમ મેનેજીંગ ડિરેકટર તરીકે બેંકનું સુકાન સંભાળેલ અને ભાવેણાની આમ જનતાને બેંકનો કરકસરભર્યો વહીવટ કરી, બેંકને આગવી સુઝ બુઝથી વિકાસ સાધી પુત્રવત પ્રેમ આપ્યો અને લોકોમાં આગવી પ્રતિષ્ઠા ઉભી કરી. “દેસાઈ સાહેબ” ના હુલામણા નામે તેઓ લોકોના હૃદયમાં સ્થાન પામ્યા હતા અને છેવટ સુધી તેમનું ધ્યેય બેંકનાં સર્વાગી વિકાસ, સુરક્ષા અને ભાવેણાની આમજનતાને વધુમાં વધુ નાણાકીય સહાય મળી રહે તે જ રહયુ હતુ

  • ડિરેકટર્સ તેમજ બેંક સંચાલનને કુશળતાપૂર્વક દિશા સૂચન કર્યુ અને બેંકને વટવૃક્ષ સમાન બનાવવામાં સિંહ ફાળો આપ્યો.
  • ત્યાર બાદ બેંકના કપરા ચડાણના સમયમાં પણ બેંકે તેની અવિરત પ્રગતિની દિશાને જાળવી રાખી સમયની કસોટી પર ખરી ઉતરી છે તે કપરા સમયમાં શ્રી જીતુભાઈ ઉપાધ્યાયના પ્રમુખ પદે બેંકને સ્થિરતા બક્ષી અને બેંકને કપરા સમયમાંથી બહાર લાવવામાં આવી.
  • સને ૨૦૨૩ ના ઉત્તરાર્ધમાં પરીવર્તનનો પવન ફુંકાતા હાલના બોર્ડ ઓફ ડિરેકટર્સના સભ્યોના હાથમાં બેંકનું સુકાન સોંપાયું તેમાનાં બાહોશ, કર્તવ્યનિષ્ઠ અને પ્રમાણિક એવા શ્રી પ્રભાતસિંહ બી.
  • ગોહિલના પ્રમુખ પદે તથા શ્રી સુરેશભાઈ બી. ધંાંધલ્યા વાઈસ ચેરમેનશ્રી, (પૂર્વ મેયરશ્રી) તથા સહકારી ક્ષેત્રના તથા શહેરના વરિષ્ઠ અને લોકલાડીલા શ્રી ગીરીશભાઈ સી.
  • શાહની મેનેજીંગ ડિરેકટરશ્રી તરીકે વરણી થતાં બેંકે રોકેટ ગતીએ તેની વિકાસની હરણફાળ ભરવા માંડી છે.
  • સહકારની સાથે સમૃધ્ધિ અને સૌનો સાથ – સૌનો વિકાસના સુત્રને ચરિતાર્થ કરતાં તેમના આજ સુધીના શાસન કાળમાં બેંકે તેમના સંચાલનમાં.
  • વિકાસ લક્ષી ફેરફારો કરીને સફળતાનાં સોપાન સિધ્ધ કરવા તરફ અગ્રેસર થઈ છે.
  • આ સંચાલક મંડળના નીચેના પગલાઓ તેઓની સહકાર પ્રવૃતિ તરફનો અભિગમ તથા લોકોની સેવા થકી સહકારના સિધ્ધાંતાને સ્થાપવાની અભિલાષાને પ્રતિબિંબીત કરે છે.
  • દર અઠવાડીયે મંગળાવા૨ તથા શુક્રવારે સભાસદો, ગ્રાહકોના પ્રશ્નો સાંભળવામાં આવે અને જરૂરી સુચનાઓ આપી તેના પ્રશ્નોનું શકય હોય તેવું નિરાકરણ લાવવામાં આવે તેવી સુચારૂ વ્યવસ્થા શરૂ કરવામાં આવી તેમજ દરેક શાખાવાઈઝ એક ડિરેકટરશ્રીને પ્રભારી તરીકે નિમણુંક કરી શાખાના પ્રશ્નોને વાચા આપવાની પધ્ધતિ શરૂ કરી.
  • સભાસદોના લાંબા સમયની માંગણી હતી તે બેંકની વાર્ષિક સાધારણ સભા અઠવાડીયાના ચાલુ દિવસે ન રાખતા રવિવારે રજાના દિવસોમાં રાખવી જેથી કરી દરેક સભાસદ તેમાં ભાગ લઈ શકે જે સાદર સ્વિકારવામાં આવી.
  • પ્રવર્તમાન સંચાલન મંડળ દ્વારા તેનો દૂરદેશ વહીવટી સુઝ તથા કરકસર યુક્ત વહીવટ દ્રારા બેંકનાં ૭૦ માં વર્ષ રેકોર્ડ બ્રેક રૂા. ૩.૩૯-કરોડનો નફો કરવામાં સફળ રહેલ જે માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ-સૌનો વિકાસના સ્વપ્નને ચરિતાર્થ કરે છે.
  • આ ઉપરાંત બેંક દ્વારા તેનો ઉચ્ચતમ ઓડીટ વર્ગ “અ” જાળવી રાખી બેંકના આર્થિક સધ્ધરતાના તમામ માપદંડોમાં ઉતકૃષ્ઠ માપદંડો મેળવીને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ” ફાયનાન્સીયલ સાઉન્ડ એન્ડ વેલ· મેનેજ બેંકનો ખીતાબ મેળવવામાં સફળ રહી છે.
  • બેંક ફકત નાણાંકીય ઉદ્દેશી ને જ મહત્વ નથી આપતી પણ પોતાના સભાસદો તથા તેમના પરીવારજનો માટે પણ શહેરના વિવિધ હોસ્પિટલો, લેબોરેટરી તથા ડાયગ્નોસીસ સેન્ટર ખાતે ૨૦ % થી લઈને ૬૫ % સુધીની સહાય શરૂ ૨વામાં આવી છે જે સંચાલક મંડળની સેવા ભાવનાને ચરિતાર્થ કરે છે.
  • બેંકે ગ્રાહક લક્ષી અભિગમ અપનાવી સરળ ધિરાણ પ્રક્રિયા શરૂ કરી બેંકની સરદારનગર શાખાનું કાળીયાબીડ ખાતે નવા રૂપ-રંગમાં પ્રસ્થાન કરાવીને તથા ગંગાજળીયા શાખાને કોર્પોરેટ લુક આપી અઘતન બનાવીને શરૂ કરવામાં આવી.
  • ડિપોઝીટ પર વ્યાજ દરમાં ફેરફાર કરી ફિકસ ડિપોઝીટના વ્યાજની આવક પર આધારીત સિનીયર સીટીજનને વ્યાજમાં લાભ કરાવી આપેલ તેમજ ધિરાણનાં વ્યાજ દરોને તર્કસંગત બનાવવામાં આવ્યા.
  • બેંકની અગત્યના પાસા એવા રીકવરીમાં વન ટાઈમ સેટલમેન્ટ યોજના લાવી વસુલાતની સીમા ચિન્હ રૂપ કાર્યવાહી કરીને બેંકના ઈતિહાસમાં પ્રથમ વખત.તા. ૩૧/૦૩/૨૦૨૩ ના ધોરણે એન. પી. એ. ૯.૩૨ % થી ઘટાડીને તા. ૩૧/૦૩/૨૫ સુધીમાં ૨.૬૫% સુધીના ઔતિહાસીક સ્તરે લાવી દેવામાં આવેલ. આમ બેંકના આશરે ૬.૩૫ કરોડ જેટલા ફસાયેલા નાણાંની અભૂતપૂર્વ વસુલાત કરવામાં આવી આનો તમામ શ્રેય રીકવરી કમીટીના ચેરમેનશ્રી ધર્મેન્દ્રભાઈ મહેતા અને રીકવરી ઓફીસર શ્રી સંજયભાઈ એલ. જોષીની ટીમને જાય છે તેમજ વર્ધમાન બેંકમાં બેંકના ફેસાયેલી રૂા. ૨-કરોડ જેવી રકમ બેંકને પરત મેળવવામાં સફળતા મેળવી જે આપણા સંચાલક મંડળની વહીવટ સુજનું પરીણામ છે. બેંક દ્રારા નવી ટેકનોલોજીને ઝડપથી અપનાવી દરેક ગ્રાહકને ઝડપી, વિશ્વાસનીય અને સલામત સેવા મળી રહે તે માટે બેંક દ્રારા ડિઝીટલાઈઝેશનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. બેંક દ્વારા તેની બેકિંગ એપ્લીકેશન, આર. ટી. જી. એસ. / નેફટની સેવા વિના મૂલ્યે સેવા શરૂ કરવામાં આવેલ છે.
  • જે નવા મંડળની દિર્ઘદષ્ટતા દર્શાવે છે. ટેકનોલોજી અને આધુનિકતા સાથે તાલમેલ સાધીને ગ્રાહકોને ઉત્તમ સેવાઓ પુરી પાડવી અને બેંકિંગ સેકટરમાં ટકી રહેવા બેંકે ઓન લાઈન બેંકિંગ અને સાયબર સિકયુરીટી પ્રત્યે સર્તક અને સજાગ રહી ઝડપી સેવાઓ પુરી પાડવા બેંક કટીબધ્ધ છે.

Our dedicated support team is available
24/7 to ensure smooth IT operations,
quick issue resolution

DICGC Assurance

Shree Bhavnagar Nagarik Sahakari Bank Ltd. is secured with DICGC Insurance.

    Head Office Address

    Plot No. 993-B, 993-A-1-B, Nr. Dawn Chock, Krishnanagar, Bhavnagar. 364001

    Office Hour

    Monday – Friday: (10:00 AM – 3:00 PM)

    Copyright @ 2025 Shree Bhavnagar Nagarik Sahakari Bank Ltd. All Rights Received.